Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ, ગાળાગાળી અને જાનથી મારવાની ધમકી અપાઈ

શહેરમાં બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી તેમાં ખુબ માથાકૂટ અને બબાલ જોવા મળી.

રાજકોટ: બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ, ગાળાગાળી અને જાનથી મારવાની ધમકી અપાઈ

રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેરમાં બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી તેમાં ખુબ માથાકૂટ અને બબાલ જોવા મળી. ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે મળેલી બ્રહ્મ સમાજ ની મિટિંગમાં પ્રમુખ પદ માટે થયું ખુબ ઘર્ષણ જોવા મળ્યું. એક પેનલના સભ્યએ બીજી પેનલના સભ્યને મારી નાખવાની ધમકી પણ આપી દીધી.

સુરત: 10 હજાર ફૂટ ઊંચે પ્લેનમાં અચાનક મહિલા બેભાન, સહયાત્રી તબીબે સારવાર કરી બચાવી

મળતી માહિતી મુજબ એડવોકેટ અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે ખુબ બોલાચાલી થઈ. રાજકોટના એડવોકેટ પી.સી. વ્યાસે પોતાની રિવોલ્વર દેખાડી એડવોકેટ અભય ભારદ્વાજની પેનલના કૃણાલ દવેને જાનથી મારી દેવાની ધમકી આપી.

સુરત: PM મોદીએ 'રાફેલ કંકોત્રી'ની કરી પ્રશંસા, કહ્યું-આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે

સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ પદ માટે ગાળાગાળી થઈ. સમાજમાં નવા પ્રમુખની દાવેદારી નોંધાવા માટે રિવોલ્વર બતાડવામાં આવી. પોલીસે એડવોકેટ પી.સી. વ્યાસ અને કે.સી વ્યાસ વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More